
ગીર સોમનાથ, 20 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ વિભાગ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં છેતરપીંડીના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૧૧૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતાની કલમ ૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુન્હો ગઇ તા.૧૨/૦૭/૨૦૨૫ ના બપોરના આશરે દોઢેક વાગ્યાના વખતે થાણાથી પુર્વે આશરે ૧૫ કિ.મી દુર આકોલવાડી ગામે.ઓ.પી બીટ તાલાલા પો.સ્ટે ખાતે બનવા પામેલ છે અને ગઇ તા.૨૬/૦૯/૨૦૨૫ ના કલાક-૨૦/૧૫ વાગ્યે અત્રેના પો.સ્ટે.માં જાહેર થયેલ છે અને આ કામના ફરીયાદી- દૈનીકભાઇ મણીલાલ રાદડીયા જાતે પટેલ ઉ.વ.૩૪ ધંધો ખેતીકામ રહે આકોલવાડી, મંડોરણા રોડ શેરી નં ૦૪ તા.તાલાલા જી ગીર સોમનાથ વાળા છે. તથા આરોપી-વિશાલભાઇ ભરતભાઇ પંચોલી ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે.તાલાલા હુડકો તા.તાલાલાવાળા છે.આ ફરીયાદની હકિકત એવી છે કે, આ કામના આરોપીએ ફરી તથા સાહોદોને વિશ્વાસમાં લઈ સોલાર પેનલ ફીટ કરાવવાનુ કહી સોલાર પેનલનુ સ્ટ્રકચર ઉભુ કરી સોલાર પેનલ આજદીન સુધી ફીટ નહી કરી ફરીયાદી પાસેથી રોકડ રૂ.૯૭૦૦૦/- પડાવી લઈ તથા સાહેદો પાસેથી રોકડ તથા ચેક તથા ગુગલ પે મારફતે રૂ.૬,૩૧,૧૫૦/- પડાવી લઈ ગુન્હાહીત વિશ્વાસઘાત કરી ફરી તથા સાહોદો સાથે છેતરપીંડી કરી ગુન્હો કર્યા બાબતનો ગુન્હો રજી થયેલ હોય જે અનુસંધાને
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવીનાઓએ આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સુચના કરી અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) વિશાલભાઇ ભરતભાઇ પંચોલી ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે.તાલાલા તા.તાલાલાવાળાને પકડી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
ગુન્હાઓનો એમ.ઓ.- સામાન્ય નાગરીકોને વિશ્વાસમાં લઈ સોલાર પેનલ ફીટ કરાવવાનુ કહી સોલાર પેનલનુ સ્ટ્રકચર ઉભુ કરી સોલાર પેનલ ફીટ નહી કરી રોકડ તથા ગુગલ પે મારફતે પૈસા પડાવી લેવા
કબ્જે કરેલ મુદામાલ:-
(૧) એક મહેન્દ્રા કંપનીની જાયલો કાર રજી નંબર GJ 03 BT 2651 કિ.રૂ.3,00,000/-
(2) એક હિરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મો.સા રજી નંબર GJ 32 AD 5339 કિ.રૂ.૨૫,૦૦૦/-
(3) એક વાદળી કલરનો ACE કંપનીનો કી પેડવાળો સાદો મોબાઈલ કિ.રૂ.૫૦૦/-
મુદામાલની કુલ કિ.રૂ. ૩,૨૫,૫૦૦ /-
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ