
ગીર સોમનાથ, 20 નવેમ્બર (હિ.સ.) : CEIR પોર્ટલની મદદથી પ્રભાસ પાટણ પો.સ્ટે મોબાઇલ ચોરી બાબતે E-FIR ઉપરથી દાખલ ગુનાના આરોપીને અસલ મુદ્દામાલ સાથે પકડી વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ E-FIR ઉપરથી દાખલ થયેલ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપવામાં આવેલ છે.
ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ નાઓની સુચના આધારે પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કવોડના માણસો અનડિટેક ગુના ડિટેકટ કરવા કામગીરીમાં હોય દરમિયાન એ.એસ.આઇ. હિતેષ નોંઘણભાઇ તથા પો.કોન્સ. કંચનબેન દેવાભાઇ નાઓએ પ્ર.પાટણ પો.સ્ટે. E-FIR ઉપરથી દાખલ થયેલ ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૪૦૪૬૩/૨૦૨૪ IPC ક.૩૭૯ ના ગુનાના કામે CEIR પોર્ટલની મદદથી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે નીચે જણાવેલ આરોપીને ચોરીમાં ગયેલ અસલ મુદ્દામાલ સાથે પકડી લઇ અનડિટેક્ટ ગુનો ડિટેકટ કરેલ છે અને આગળની તપાસ એ.એસ.આઇ.હિતેષ નોંધણભાઇ નાઓએ સંભાળેલ છે.
આરોપીઓના નામ:-
૧) રાજેન્દ્ર સીમાંચલભાઈ ત્રીપાઠી ઉ.વ.૪૪ ધંધો.આઇ.ટીએન્જીનીયર રહે મુળ બરમપુર ગામ તા.બરમપુર જી.ગંજામ રાજ્ય.ઓરીસ્સા હાલ રહે.ઇ/૩૦૧ એમ્પ્યરેઆન કોર્ટયાર્ડ બી/એચ નારાયણ વાડી અટલાદરા વડોદરા ૩૯૦૦૧૨
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:-
(1) રિયલમી કંપનીનો 11 PRO મોબાઇલ કિ.રૂ ૨૦,૦૦૦/-
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ