
ગીર સોમનાથ 20 નવેમ્બર (હિ.સ.) : સોમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ગૌરીકુંડ પાસેના વિસ્તારમાં લીલા નાળિયેર વેચવાનો ધંધો કરતા રેકડી ધારક હીરાભાઈની રેકડી સોમનાથ દર્શને આવેલા કોઈ દંપતી યાત્રિક નારિયેળ પીવા આવેલ જે પોતાનો કિંમતી મોબાઈલ રેકડી ઉપર મૂકી ભૂલી ગયેલ અને રવાના થઈ ગયેલ. જે યાત્રિક તેનો મોબાઇલ શોધતા પૂછપરછ માટે પરત આવતા રેકડી ધારક હિરા એ ખરાઈ કરી બે સાક્ષીની સાથે લેવા આવનાર તે યાત્રિક સાથે ફોટો પાડી ખાતરી માટે રાખી લીધેલ છે. હીરાભાઈ પ્રમાણિકતા માટે જાણીતા છે આ અગાઉ પણ કેટલાય યાંત્રિકોને તેની રેગડી ઉપર ભુલાઈ ગયેલ ચીજો પરત કરી તીર્થનું અને સોમનાથનું ગૌરવ વધારી પ્રમાણિકતાનું પ્રેરક દ્રષ્ટાંત આપે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ