
જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જાતિગત સંવેદનશીલતા વિષય પર જૂનાગઢ જનરલ આઈટીઆઇ અને કેશોદ આઈટીઆઇ ખાતે વિધાર્થીઓ સાથે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જિલ્લા મહિલા બાળ અધિકારીની DHEW ટીમ દ્રારા વિદ્યાર્થીઓને જાતિગત સમાનતા, સન્માનજનક વ્યવહાર અને સમાજમાં લિંગઆધારિત ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતુ. ઓએસસી,પીબીએસસી અને ૧૮૧ અભયમ ટીમ દ્વારા મહિલાઓ અને કિશોરીઓની સુરક્ષા અને સહાય માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને હેલ્પલાઇન સેવાઓ વિશે વિગતવાર માહિતી સાથે OSC પર કાર્યરત પ્રિ-મેરેજ અને પોસ્ટ-મેરેજ કાઉન્સેલિંગ અંગે સમજ આપવામાં આવી હતી. મુશ્કેલીના સમયમાં મદદ મેળવવા માટેની પ્રક્રિયા સમજાવવામાં આવી, જેથી જરૂરિયાતમંદ લોકો તાત્કાલિક સહાય મેળવી શકે.આમ, આઈટીઆઇ ના યુવા વિદ્યાર્થીઓને સમાનતા અને સમજણ આધારિત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલાલક્ષી કામગીરી કરતા વિવિધ માળખા જેવાકે DHEW, OSC, PBSC અને ૧૮૧ અભયમ હેલ્પલાઈન ટીમ, જૂનાગઢ જનરલ આઈટીઆઇ અને કેશોદ આઇટીઆઈના સ્ટાફ અને અંદાજિત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. એમ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ