ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના હસ્તે રસ્તાના રિસરફેસીગ,નવા બ્રીજની કામગીરીનું ખાતમુહૂર્ત
જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) વંથલી માણાવદર બાંટવા સરાડીયા રોડ પર રૂ. 23.70 કરોડના ખર્ચે 3 નવા બ્રિજ, 24 કિમી લંબાઈ માં રસ્તાના રિસરફેસીગની કામગીરી થશે. ધારાસભ્ય અરવિંદ લાડાણીના હસ્તે રસ્તાના રિસરફેસીગ,નવા બ્રીજની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ
વંથલી માણાવદર બાંટવા


જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) વંથલી માણાવદર બાંટવા સરાડીયા રોડ પર રૂ. 23.70 કરોડના ખર્ચે 3 નવા બ્રિજ, 24 કિમી લંબાઈ માં રસ્તાના રિસરફેસીગની કામગીરી થશે. ધારાસભ્ય અરવિંદ લાડાણીના હસ્તે રસ્તાના રિસરફેસીગ,નવા બ્રીજની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ હતુ.

વંથલી માણાવદર બાંટવા સરાડીયા રોડ (એસ એચ-૩૨) માં કિ.મી. 15 થી 39 માં સરકાર દ્વારા રૂ. 23.70 કરોડનુ કામ મંજૂર કરેલ છે. જેમાં ૩ નવા બ્રિજ, 24 કિમી લંબાઈ માં રસ્તાના રિસરફેસીગની કામગીરી થનાર છે. આ પ્રજાલક્ષી કામનુ ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક લોકોને સારી ડામર સપાટી રસ્તાની સુવિધા‌ ‌મળશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande