અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવની રજૂઆત
ભરૂચ, 20 નવેમ્બર (હિ.સ.) અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તરમાં આવેલી 150 બેડની આધુનિક ગણાતી ESIC હોસ્પિટલમાં મૂળભૂત તબીબી સુવિધાઓના અભાવનો મામલો ફરી એક વખત સામે આવ્યો છે. એઆઈએના સભ્યએ ઈએસઆઈસી હોસ્પિટલમાં અપૂરતી સુવિધા ,સારવારમાં બેદરકારી અને મેજર અકસ્મ
અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવની રજૂઆત


ભરૂચ, 20 નવેમ્બર (હિ.સ.) અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તરમાં આવેલી 150 બેડની આધુનિક ગણાતી ESIC હોસ્પિટલમાં મૂળભૂત તબીબી સુવિધાઓના અભાવનો મામલો ફરી એક વખત સામે આવ્યો છે. એઆઈએના સભ્યએ ઈએસઆઈસી હોસ્પિટલમાં અપૂરતી સુવિધા ,સારવારમાં બેદરકારી અને મેજર અકસ્માતમાં દરેક દર્દીને રિફર કરવાની નીતિથી કંપનીઓ ત્રાસી ગઈ છે .

અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલી ESIC હોસ્પિટલનો વિવાદ ,હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ,દર્દીઓને ખસેડાય છે ખાનગી હોસ્પિટલમાં ,દવા સહિતની ઘણી સમસ્યાઓ છે. તેમજ કાયમી સ્ટાફની આડોડાઈ તો ઘણી વખત સામે આવી છે.આગવ પણ સાંસદ મનસુખ વસાવા અકળાયા હતા આજે પણ ફરી આકરા થયા હતા.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ 150 બેડની ખૂબ મોટી ESIC હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.ઔદ્યોગિક એકમો પાસેથી ESIC ઉઘરાવાય છે તંત્ર દ્વારા જ્યારે કર્મચારીઓને ESIC અંતર્ગત આપવામાં આવતી સારવાર માટે લાખો -કરોડો રૂપિયાની વસુલાત કરાઈ છે. છતાં પ્રાથમિક સુવિધાઓના નામે હર હંમેશ સરવાળે મીંડું જ જોવા મળ્યું છે.સિક્યુરીટીમાં કામ કરતા કર્મચારીને અકસ્માત નડતા ESIC હોસ્પિટલ ખશેડવામાં આવ્યા હતા. જોકે, તેઓને પૂરતી પ્રાથમિક સારવાર આપ્યા પહેલા જ સારવાર અને તબીબોના અભાવને કારણે અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવમાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્ત ઈસમને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સભ્યો જ ESIC હોસ્પિટલમાં લઇ જતા સમગ્ર ગતિવિધિ અને નિષ્કાળજી સામે આવી હતી.જેને લઇ ત્વરિત તેઓએ ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને ટેલિફોનિક જાણ કરી હતી અને હાજર નર્સિંગ અને તબીબી સ્ટાફનો ઉઘડો લીધો હતો. સાંસદ મનસુખ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં આવનાર ટુક જ સમયમાં હોસ્પિટલની વિઝીટ કરી અને સરસાધનો અને તબીબોની ઉણપ પુરી કરવા કેન્દ્રમાં પત્ર લખવા માટે બાહેંધરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande