
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરમાં ફરી એકવાર દીપડા રાડથી પશુપાલકો ભયનો માહોલ ઉભો થયો છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં દીપડાએ પશુઓના મારણ કરતા વનવિભાગનું તંત્ર દોડતુ થયુ છે.
સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોરબંદરના ઓરિયન્ટ ફેકટરી પાછળ આવળ માતાજી મંદિર નજીક આવેલ ગૌશાળામાં ગૌવંશનું મારણ થયુ છે નજીકમાં સોનારડી જંગલ આવેલુ જ્યાં વૃક્ષો મોટાપ્રમાણ હોવાથી વન્ય પ્રાણી વસવાટ છે ત્યારે આસપાસ ગૌશાળાના સંચાલકોએ ગૌશાળાની દિવાલો પશુઓની સુરક્ષા માટે ઉચી કરવી જોઈએ આ ઉપરાંત પોરબંદરના ઇન્દીરાનગર વિસ્તારમાં દીપડા ઘેટાંનુ મારણ કર્યુ છે. ઈન્દીરાનગર વિસ્તારમાં ચાડેશ્વર મંદિર આસપાસ જુની ખાણો છે જ્યાના દીપડાનો વસવાટ જોવા મળે છે પોરબંદરના બે અલગ અલગ વિસ્તારમા પશુઓના મારણ થતા પશુપાલકોમાં ભય જોવા મળે છે ત્યારે હાલ તો વનવિભાગે દીપડાને પાંજરે પુરવા ઇન્દીરાનગર વિસ્તારમાં પાજરૂ મુક્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya