સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત ભાવનગર પૂર્વ વિસ્તારની 21 નવેમ્બરના પદયાત્રા યોજાશે
ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આજની પેઢીમાં સરદાર વલ્લભભાઇ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેમના કાર્યોથી અવગત થાય તે હેતુ થી ભાવનગર જિલ્લા વહીવટ
સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત ભાવનગર પૂર્વ વિસ્તારની 21 નવેમ્બરના પદયાત્રા યોજાશે


ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આજની પેઢીમાં સરદાર વલ્લભભાઇ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેમના કાર્યોથી અવગત થાય તે હેતુ થી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 104-ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજનને લઈ મદદનીશ કલેકટર પ્રતિભા દહિયા એ પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને પદયાત્રાની સમગ્ર રૂપરેખા વિશે માહિતગાર કર્યા હતાં.

પદયાત્રાની રૂપરેખા આપતા મદદનીશ કલેક્ટરએ જણાવ્યું હતું કે, 21 નવેમ્બરના રોજ 104 -

ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારની પદયાત્રાની શરૂઆત સાંજના 4 કલાકે રૂપાણી સર્કલથી થવાની છે. ત્યારબાદ સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ, મોખડાજી સર્કલ, ઘોઘા સર્કલ, આંબાવાડી, મહિલા કોલેજ, દિપકચોક, બોરડીગેટ, ગીતાચોક, ડોન ચોક થઈને સરદાર સ્મૃતિ (કેસન્ટ સર્કલ) ખાતે પદયાત્રાનું સમાપન કરવામાં આવશે.

આ પદયાત્રાના રુટ પર 1 થી 1.5 કી.મી. ના અંતરે સાંસ્કૃતિ કાર્યક્રમ તથા રિફ્રેશમેંટની સુવિધા શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ અને ગીતા ચોક (લોટસ સર્કલ) ખાતે રાખવામાં આવેલ છે. તેમજ વિવિધ સ્થળોએ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. પદયાત્રાના રૂટમાં આવતા રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.

104-ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગની પદયાત્રામાં ભાવનગર શહેરના નાગરીકો, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી., એન.એસ.એસ., માય ભારત વોલેંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ/આગેવાનો, રમતવીરો સહિત અંદાજીત 2500 થી 3000 પદયાત્રીઓ જોડાશે. પદયાત્રા પથ પર જિલ્લા પોલીસતંત્ર દ્વારા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande