ગુજરાતનાં ચાર શહેરમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે,અમદાવાદ-રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અમદાવાદ,20 નવેમ્બર (હિ.સ.) દિલ્હીની જેમ હવે ગુજરાતમાં પણ દિવસે દિવસે હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે.ગુજરાતમાં મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓે વહેલી
ગુજરાતનાં ચાર શહેરમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે,અમદાવાદ-રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો


અમદાવાદ,20 નવેમ્બર (હિ.સ.) દિલ્હીની જેમ હવે ગુજરાતમાં પણ દિવસે દિવસે હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે.ગુજરાતમાં મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓે વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે. જો બહાર નીકળવાનું થાય તો N-95 માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. ગુજરાતનાં શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણના સ્તર 180ને પાર થઈ જતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. આ શહેરોમાં સવારના અને સાંજના સમયે તો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)નો સ્તર 200ને પાર પહોંચી જાય છે, જેને અનહેલ્થી ગણવામાં આવે છે.

નવેમ્બર 2025માં અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં નવેમ્બર મહિનાની શરૂઆત સાથે AQI 180ને પાર પહોંચવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે 19મી નવેમ્બરે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ 194 અને રાજકોટમાં 197 AQI નોંધાયો હતો.

અમદાવાદ શહેરમાં છેલ્લા આઠ દિવસથી AQIમાં વધારો થયો છે અને 200ની નજીક પહોંચ્યો છે. સવાર અને સાંજના સમયે તો 200ને પાર પણ પહોંચી જાય છે. 19 નવેમ્બરે સૌથી વધુ 194 AQI નોંધાયો હતો.

AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે.

AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે.

એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande