પોરબંદરના બરડા પંથકમાં પી.જી.વી.સી.એલ દ્વારા વિજચેકીંગ
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લાના બરડાપંથકમા આજે પીજીવીસીએલની ટીમોએ વીજચેકીંગની કામગીરી હાથ ધરી છે. જેના લીધે વીજચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી બરડાપંથકના પાંચથી સાત ગામોમાં એકસાથે વીજચેકીંગની કામગીરી હાથ ધરી છે
પોરબંદરના બરડા પંથકમાં પી.જી.વી.સી.એલ દ્વારા વિજચેકીંગ.


પોરબંદરના બરડા પંથકમાં પી.જી.વી.સી.એલ દ્વારા વિજચેકીંગ.


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લાના બરડાપંથકમા આજે પીજીવીસીએલની ટીમોએ વીજચેકીંગની કામગીરી હાથ ધરી છે. જેના લીધે વીજચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી બરડાપંથકના પાંચથી સાત ગામોમાં એકસાથે વીજચેકીંગની કામગીરી હાથ ધરી છે. પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર પોરબંદરના બરડાપંથકના બખરલા, દેગામ, અડવાણા, સોઢાણા, પાંડાવદરા ગામ તથા વાડી વિસ્તારમાં પીજીવીસીએલની ટીમોએ મોટાપાયે વીજચેકીંગની કામગીરી હાથ ધરી છે.બરડાના વિવિધ ગામોમાંથી અવાર-નવાર વીજચોરી ઝડપાતી હોય છે. વીજલોઝ ધટાડવા માટે પીજીવીસીએલની ટીમ અવાર-નવાર વીજચેકીંગ કામગીરી કરવામાં આવે છે. આમ છતા વીજચોરો સુધરાવાનું નામ લેતા નથી, ત્યારે વધુ એકવાર પીજીવીસીએલની ટીમે આજે મોટાપાયે બરડાના ગામોમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરી છે બગવદર પીજીવીસીએલના અધિકારીની જણાવ્યા મુજબ આજે મોડી સાંજ સુધીમા કેટલાની વીજચોરી ઝડપાય તેની વિગતો આપવામાં આવશે ત્યારે પીજીવીસીએલની કામગીરી વીજચોરોમા ફફડાટ વ્યાપી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande