પોરબંદરના વોર્ડ 7-8 માં પાણીની સમસ્યાનો નિકાલ કરવા રજુઆત
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના વોર્ડ 7/8 માં પંચ હાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021 થી પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભરાઈ જવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે. આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા નગર પાલિકા પ્રમુખોને પણ ર
પોરબંદરના વોર્ડ 7-8 માં પાણીની સમસ્યાનો નિકાલ કરવા રજુઆત


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના વોર્ડ 7/8 માં પંચ હાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021 થી પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભરાઈ જવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે. આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા નગર પાલિકા પ્રમુખોને પણ રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા પોરબંદરના સામાજિક કાર્યકર જીવનભાઈ જુંગીએ મનપા કમિશનરને લેખિત રજુઆત કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભૂગર્ભની ચેમ્બરમાંથી મીઠા પાણી લાઈન કાઢીને બાજુના રોડમાં નાખવા માંગણી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande