કરોડોની છેતરપિંડી કેસમાં SDCA પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર ધરપકડ
સુરત , 20 નવેમ્બર (હિ.સ.) સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ અને શહેરના જાણીતા કનૈયા કોન્ટ્રાક્ટર ને કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આર્થિક ગુના શાખા (ECO સેલ)એ આજે (20 નવેમ્બર) ધરપકડ કરી છે. સગા સંબંધીઓના નામે બનાવટ દ
SDCA પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર


સુરત , 20 નવેમ્બર (હિ.સ.) સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ અને શહેરના જાણીતા કનૈયા કોન્ટ્રાક્ટર ને કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આર્થિક ગુના શાખા (ECO સેલ)એ આજે (20 નવેમ્બર) ધરપકડ કરી છે. સગા સંબંધીઓના નામે બનાવટ દસ્તાવેજો તૈયાર કરીને લોન મેળવવાના આરોપે શહેરમાં ભારે ચકચારી મચાવી છે.

માહિતી મુજબ, કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સ્વ. ભાઈ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના ખોટા પાવર ઑફ એટર્ની બનાવ્યા હતા.આ બનાવટી દસ્તાવેજો પર નકલી સહી કરીને તેમણે બજાજ ફાઈનાન્સમાંથી ₹2.92 કરોડની લોન મેળવી હતી.

લોન લીધા બાદ તેમણે EMI ભરવાનું પણ બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા અને તેમણે સુરત ECO સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.

ધરપકડ ટાળવા કનૈયા કોન્ટ્રાક્ટરે—સુરત સેશન કોર્ટ,ગુજરાત હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ ત્રણેય કોર્ટોએ તેમની જામીન ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે તેમને 6 અઠવાડિયાનો સમય આપીને આ બે આદેશ આપ્યા હતા . . બોગસ દસ્તાવેજોના આધારે લેવાયેલી લોનની સંપૂર્ણ રકમ ભરવી

2. બધા ખોટા દસ્તાવેજો મૂળ ફરિયાદીને પરત આપવા. કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ પાવર ઑફ એટર્ની પરત ન કરી.

મૂળ ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને આરોપીની દસ્તાવેજો પરત ન આપવાની ઇરાદાપૂર્વકની ગુનાહિત માનસિકતા દર્શાવી.

સુપ્રીમ કોર્ટે—કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી બધી વચગાળાની રાહતો રદ્દ કરી ફ્યુચરની કોઈ પણ અરજી કોર્ટમાં માન્ય ન રહે તેવી નોંધ કરી જારી રક્ષણ પણ પરત ખેંચી લીધો.

સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષા દૂર થતા જ સુરત ECO સેલે કનૈયા કોન્ટ્રાક્ટરને ઝડપી લઈ કાયદાની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસ પદના દુરૂપયોગ, બનાવટ દસ્તાવેજો અને કુટુંબીક વિશ્વાસઘાતનું ગંભીર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande