જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું શનિવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતા
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.22ને શનિવારે લોકાર્પણ થાય તેવા સંકેતો સાપડી રહ્યા છે. રાજકોટના પ્રવાસ સાથે જામનગર મુખ્યમંત્રીનો પ્રવાસ ગોઠવાઈ તેને લઈ સરકારી
ફ્લાય ઓવરબ્રિજ


જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.22ને શનિવારે લોકાર્પણ થાય તેવા સંકેતો સાપડી રહ્યા છે. રાજકોટના પ્રવાસ સાથે જામનગર મુખ્યમંત્રીનો પ્રવાસ ગોઠવાઈ તેને લઈ સરકારી તંત્ર દ્રારા કાર્યક્રમો અંગે તડામાર તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.જામનગરવાસીઓને સુભાષબ્રિજ થી સાત રસ્તા સુધીનો ફલાય ઓવર બ્રિજની કાર્યરત થવાની આતુરતાનો અંત શનિવાર .22ના આવી જશે.

ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર નો સૌથી લાંબો ફલાય ઓવર જામનગર મહાનગરપાલિકા દ્રારા રૂ.276 કરોડના ખર્ચે નિર્માણાધિન કરેલ છે. આ ફલાયઓવર બ્રિજ કાર્યરત થતા શહેરીજનોને સુભાષબ્રિજ થી સાત રસ્તા માટે નવો રસ્તો પ્રાપ્ત થશે. ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉકેલાશે. જો કે જુના રેલવે સ્ટેશન પાસે ફલાયઓવરનો સ્લોપ આપવાનો હતો પરંતુ એકાએક જગ્યાના અભાવે રદ કરી દેવાયો છે. જો આ સ્થળે સ્લોપ આપવામાં આવે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.

જામનગર શહેરમાં પ્રથમ લાંબો ફલાયઓવર બ્રિજનું લોકાપર્ણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.22ને શનિવારે થાય તેવી શક્યતાઓને લઈ મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી હોવાનું જાણવા મળે છે. હવે મુખ્યમંત્રી રાજકોટ પણ આવવાના હોય ત્યારે જામનગરનો પ્રવાસ સવારના ભાગે રહે છે કે બપોરના સમયે તેનો સતાવાર કાર્યક્રમ હવે જાહેર થશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande