મેઘરજ તાલુકામાં યુરીયા ખાતરની અછત
મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) છેલ્લા પંદર દિવસથી ખેડુતો ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીયોનો સામનો કરી રહ્યાછેજેનાથી પાક ઉત્યાદન પર અસર થવાની ભીતી સેવાઇ રહીછે ખેડુતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે યુરીયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તે
મેઘરજ તાલુકામાં યુરીયા ખાતરની અછત


મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) છેલ્લા પંદર દિવસથી ખેડુતો ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીયોનો સામનો કરી રહ્યાછેજેનાથી પાક ઉત્યાદન પર અસર થવાની ભીતી સેવાઇ રહીછે ખેડુતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે યુરીયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહીછે મેઘરજ તાલુકામાં શિયાળુ વાવેતર વખતે ડીએપી ખાતરની અછત વર્તાઇ હતી જેમાં ખાનગી દુકાનદારો એક ડીએપી ખાતરની થેલી દીઠ 300 થી 500 રૂપિયા વધારે લઇ કાળાબજારે ખાતર વેચાયુ હતુ ત્યારે શિયાળુ વાવેતર બાદ હવે યુરીયા ખાતરની અછત વર્તાઇ રહીછે જેમાં ખાનગી દુકાનદારોને દર બે થી ત્રણ દિવસે યુરીયા ખાતરનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યોછે જ્યારે સહકારી સંસ્થાઓને છેલ્લા પંદર જેટલા દિવસથી યુરીયા ખાતરનો પુરવઠો પુરતો ન અપાતાં તાલુકાના ખેડુતો વધુ નાણાં ચુકવી કાળા બજારીયા ઓ પાસેથી ખાતર ખરીદી રહ્યાછે ખેડુતો રોજ સહકારી સંઘોના ધક્કા ખાઇ રહ્યાછે પરંતુ સંઘો પર ખાતર ઉપલબ્ધ ન હોવાથી કાળા બજારીયાઓ પાસેથી ખેડુતો વધુ નાણાં ચુકવી યુરીયા ખાતર ખરીદી રહ્યાછે ખેડુતોએ તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે ઉપરથી ખાતરનો પુરવઠો ખાનગી દુકાનદારોને વધુ ફાળવવામાં આવેછે અને સહકારી સંઘ ને જરૂરી ખાતરનો પુરવઠો જાણી જોઇને નથી ફાળવવામાં આવતો તંત્ર ખેડુતોને જાણે કાળા બજારીયો પાસેથી ખાતર ખરીદવા મજબુર કરી રહ્યુ હોય તેવી સ્થીતી દર સિજને નિર્માણ પામેછે જેની તપાસ સરકાર દ્વાર તુરંત કરવામાં આવેતો સત્ય બહાર આવે તેમછેતેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇછે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande