
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) :
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા તા.૨૮/૧૦/૨૦૨૫ થી શરૂ કરવામાં આવેલ છે. મતદારયાદીમાં વારંવાર થતા સ્થળાંતર, એકથી વધુ જગ્યાએ નોંધાયેલ મતદારોમાં નામ કમી કરવા, મૃત વ્યક્તિના નામ દુર કરવા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલુ છે.
અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજયના તા.૦૮/૧૧/૨૦૨૫ના પત્રથી પછાત/વિસ્થાપિત વિસ્તારના મતદારો ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમથી વંચિત ન રહે અને તેઓનું સ્થળાંતર થયેલ હોય તેવા ભાગમાં તેમનું નામ નોંધાય તે હેતુથી વિશેષ કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.
ત્યારે જામનગર શહેરમાં સ્થળાંતરિત થયેલા મતદારો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તા.૨૧ નવેમ્બરના રોજ સવારના ૯:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા દરમિયાન આયોજિત કેમ્પનો લાભ ૭૮- જામનગર(ઉતર) વિધાનસભા મતદાર વિભાગ તથા ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગના જામનગર મહાનગરપાલિકા વિસ્તારના સ્થળાંતરિત થયેલા મતદારો લઇ શકશે.
૭૮-જામનગર ઉતર વિધાનસભા મતદાર વિભાગના ભાગ ૬૦માં સમાવિષ્ટ વિસ્તારો જેમાં પટેલ કોલોની શેરી નં.૭, રોડ નં.૧,૨, ૩,૪,૫ ની આસપાસનો વિસ્તારના લોકો માટે શ્રીએ.કે.દોશી મહિલા કોલેજ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાગ ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૮, ૧૬૨માં સમાવિષ્ટ વિસ્તારો જેમાં ફુલીયા હનુમાન શેરી, ખીજડા મામા શેરી, ધરાનગર, ગુલાબનગર, તાડીયા હનુમાન મંદિર એરીયા, નાગનાથ ગેઇટ, વિક્ટોરીય બ્રિજ, નવનાળા, નવનાળા ઝૂપડપટ્ટી, નારાયણનગરના વિસ્તાર માટે ગુલાબનગર પ્રાથમિક શાળા નં.૧૭/૫૯, વિભાપર રોડ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાગ ૨૦૩, ૨૦૭, ૨૦૪ના અસરકર્તા વિસ્તાર પાણાખાણ વિસ્તારના કેમ્પનું આયોજન બુધ્ધીસાગર વિદ્યાલય, પાણાખાણ ખાતે કરવામાં આવ્યું છે.
ભાગ ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૬ના અસરકર્તા વિસ્તાર માધવબાગ, મધુવન રેસીડેન્સી,પાણાખાણ માટે કેમ્પનું આયોજન ક્રિષ્ના સ્કુલ, અયોધ્યાનગર, પાણાખાણ ખાતે કરવામાં આવ્યું છે.
૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાગ ૧૨૯, ૧૩૮, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૩૨ના અસરકર્તા વિસ્તાર વલ્લભનગર, શંકરટેકરી, સિધ્ધાર્થનગર, નહેરૂનગર, રામદેવપીર મંદિર વલ્લભનગર, ઓધવરામનગરના લોકો માટે કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા નં.12/58, શંકરટેકરી ખાતે કરવામાં આવ્યું છે.
ભાગ ૩૨, ૩૩, ૬૫, ૬૬, ૨૯, ૩૦, ૩૧, ૨૮, ૩૯ ના અસરકર્તા વિસ્તારો જેમાં હનુમાનનગર- પાણાખાણ, ભાનુશાળી પરા, મુરલીધર સોસાયટી, સોહમનગર, ગોકુલનગર, વિજયનગર, કૈલાશનગર, મુરલીધર સોસાયટી વિસ્તારોના લોકો માટેના કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા નં.19, ઉદ્યોગનગર ખાતે કરવામાં આવ્યું છે.
ભાગ ૩૭, ૩૮, ૪૨, ૩૫, ૩૬, ૩૪, ૪૦, ૪૧ના અસરકરતા વિસ્તારો જેમાં શિવનગર, મયુરનગર, દલવાડી પાણાખાણ, લક્ષ્મીનગર પાણાખાણ, નવાનગર, મુરલીધરનગર વિસ્તારના કેમ્પનું આયોજન સરસ્વતી વિદ્યાલય, નારાયણનગર, પાણાખાણ ખાતે કરવામાં આવ્યું છે. તેમ ૭૮- જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગ તથા ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt