
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં સી.આર.સી. ભાટસણ દ્વારા, પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત તથા બી.આર.સી. સરસ્વતી માર્ગદર્શિત કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં ધોરણ 6 થી 8ના 30 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ઉત્સવ દરમિયાન સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્રકલા અને બાળકી જેવી કુલ ચાર સ્પર્ધાઓનું સફળ આયોજન અને મૂલ્યાંકન થયું. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ સી.આર.સી. કો-ઓર્ડીનેટર અંકિત જોશીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો. તમામ સ્પર્ધાઓમાં ભાટસણ પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવતા આચાર્ય શૈલેષભાઈ સુથાર અને સમગ્ર સ્ટાફે હાર્દિક અભિનંદન પાઠવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ