SIRની કામગીરીમાં સહયોગ આપો, જરૂર પડે તો કોર્પોરેટરોનો સંપર્ક કરો, જામનગર શહેર ભાજપ પ્રમુખની અપીલ
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) SIR અંતર્ગત થઇ રહેલ કામગીરીનો ઉદેશ મતદાર યાદીને વધુ સ્પષ્ટ બનાવી, ચોકસાઈવાળી બનાવી અને કોઈ પણ ભારતીય નાગરિક જેઓની ઉંમર 18 વર્ષથી ઉપર છે તેઓ તેમના મતાધિકાર થી વંચિત ન રહી જાય, તેવા ઉદ્દેશથી Special Intensive Revision ની
બીનાબેન કોઠારી


જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) SIR અંતર્ગત થઇ રહેલ કામગીરીનો ઉદેશ મતદાર યાદીને વધુ સ્પષ્ટ બનાવી, ચોકસાઈવાળી બનાવી અને કોઈ પણ ભારતીય નાગરિક જેઓની ઉંમર 18 વર્ષથી ઉપર છે તેઓ તેમના મતાધિકાર થી વંચિત ન રહી જાય, તેવા ઉદ્દેશથી Special Intensive Revision ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિને વિનંતી પોતે જાતે આ કામગીરીમાં વ્યક્તિગત રીતે રસ લઇ, બી.એલ.ઓ.એ આપેલ ફોર્મમાં ચોકસાઈપૂર્વક વિગત ભરી પરત કરે. કોઈ ને ફોર્મ ભરવા, ઉપલબ્ધ થવા મુદ્દે કોઈ સમસ્યા હોય તો આગામી 22 અને 23 નવેમ્બર જે મતદાતા જ્યાં માટે આપવા જાય છે ત્યાં બી.એલ.ઓ મળશે તેઓને મળી ફોર્મ ન મળ્યું હોય તો મેળવી લ્યે, અથવા ફોર્મ ભરવા વિશેષ માર્ગદર્શનની જરૂર હોય માર્ગદર્શન મેળવી લ્યે.

કોઈ પણ નાગરિક ને SIR મુદ્દે વિશેષ થી કોઈ માર્ગર્દર્શનની જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદેદારો, કોર્પોરેટરોનો સંપર્ક કરી શકે છે. આ તબ્બકે કોઈ પણ નાગરિક તેના મતાધિકાર થી વંચિત ના રહે, તેથી દરેક મતદાતા ને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બિના કોઠારી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande