
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાની વચ્ચે શહેરીજનોને તેમના વાહન પાર્ક કરવા પડતી મુશ્કેલીને મુદ્દે પ્રજાજનોએ ટકોર કરે છે કે પાર્કિગને લઈ સામાન્ય લોકોને કયાં અને શું તકલીફ પડે છે તે જાણવા -એ.સી.ગાડી છોડી શહેરના વિવિધ રોડ ઉપર સામાન્ય નાગરિકની જેમ ફરો તો સાચી પરિસિ્થતિનો તમને ખ્યાલ આવશે.
તેવો મત શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. શહેરમાં આવેલા પાર્કિંગ અંગે કોર્પોરેશન પાસે માહિતી હોવી જોઈએ લોકોને ગાડી રાખવા માટે પાર્કિગનો પ્રશ્ન શિરદર્દ સમાન બન્યો છે. મહાનહરપાલિકાએ પાર્કિગ માટે વ્યવસ્થા ઉભી બનાવો કે કયા વિસ્તારમાં કયાં પાર્કિંગ આવેલા છે ત્યાં કેટલા દબાણો છે તેની તપાસ કરવી જોઈએ. કોમશીર્યલ કોમ્લેક્ષમા પાર્કિગમાં વાહનો પાર્ક થાય તેની અમલવારી કરવા અંગે કાર્યવાહી કરવી જરૂરી બની છે.
લોકમુખે એવી ચર્ચા છે કે નકક્ષામાં બતાવેલ પાર્કિગમાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. ભુતકાળમાં આ અંગે એસ્ટેટ શાખાએ ઝુંબેશ હાથ ધરી હતી. ફરી પાછી જે તે પરિસ્થિતિમાં પાર્કિગ થઈ ગયા છે. એસ્ટેટ શાખાની મદદ લઇ દબાણો દૂર કરીને પાર્કિગો ખુલ્લા કરાવવા જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt