નર્મદા જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
રાજપીપલા, 20 નવેમ્બર (હિ.સ.) : નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર આધારિત એવરનેસ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, તેનું મહત્વ તથા તેના ફ
નર્મદા જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ


નર્મદા જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ


રાજપીપલા, 20 નવેમ્બર (હિ.સ.) : નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર આધારિત એવરનેસ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, તેનું મહત્વ તથા તેના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે.

જિલ્લા આત્મા પ્રોજેક્ટના સહયોગથી CRP અને કૃષિ સખી દ્વારા તાલીમો આપવામાં આવી રહી છે. જિલ્લાના તમામ પાંચ તાલુકાઓમાં રોજિંદા આ કાર્યક્રમોનું આયોજન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા આપી તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિમાં અતિ મહત્ત્વના ઘટક જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિઓનું સ્થળ પર પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂત મિત્રો તેને પોતાની જમીનમાં સરળતાથી અપનાવી શકે. ઉપરાંત, ખેડૂતોને વિવિધ ધાન્યના બિયારણનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

ગરુડેશ્વરના ફૂલવાડી, ઝરીયા, ઓરપા, ધમન્દ્રા, દેડિયાપાડામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુનબાર, સાગબારાના ચિકાલી, ટાવલી ફળી, નાંદોદના અકુવાડા, વાગેથા, તિલકવાડાના અલવા, વ્યાધર ગામે તાલીમ યોજાઈ હતી.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જમીનની ઉત્પાદકતા વધારવા, ખર્ચ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. ખેડૂતોને વધુ પ્રમાણમાં આ પદ્ધતિ અપનાવવા તાલીમ દરમિયાન અપીલ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande