વલસાડના ઉબાડિયાના ફૂડ સ્ટોલ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર શરૂ થયા
ભરૂચ,20 નવેમ્બર (હિ.સ.) લસાડથી સુરત સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.લોકો ઉબાડિયાની મોજથી આરોગી લિજ
વલસાડના ઉબાડિયાના ફૂડ સ્ટોલ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર શરૂ થયા


ભરૂચ,20 નવેમ્બર (હિ.સ.) લસાડથી સુરત સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.લોકો ઉબાડિયાની મોજથી આરોગી લિજ્જત માણી રહ્યા છે.

ભરૂચ અંકલેશ્વર રસ્તા પર ફૂડ સ્ટોલ ઉભા કરાયા હોવાથી લોકો લઈ રહ્યા છે.ઉબાડિયાના ફૂડ સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળે છે.અહીંથી પસાર થતા ઘણા ખરા આ ઉબાડિયાની ખરીદી કરી ખાવાની મજા માણી રહ્યા છે.સ્વાદપ્રિય લોકો ઉબાડિયાનો ચસ્કો લઈ વળી પાછું પાર્સલ પણ કરી લેતા હોય છે.માટલામાં બનાવવામાં આવે છે ઉબાડીયુ સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવે પર અવનવી વસ્તુઓનું વેચાણ થાય છે. હવે પોંકના સ્ટોલની સાથે ઉબાડીયાનું પણ વેચાણ થઇ રહયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શિયાળામાં ઉબાડિયાના સ્ટોલ જોવા મળે છે. તેનો સ્વાદ હવે અંકલેશ્વર સુધી પહોંચ્યો છે. વડોદરા- અમદાવાદથી લઇ ભરૂચ જિલ્લાવાસીઓ વિશેષ વ્યંજનની મજા માણવા પહોંચી રહ્યા છે. શાકભાજીમાંથી બનતા ઉબાડિયામાં આયુર્વેદિક ઔષધિ, મસાલા અને એને જે માટીના માટલામાં બનાવવાની રેસિપી જ તેને અગલ તારવે છે. તેની સાથે રહેલી વિવિધ ચટણી તેના સ્વાદમાં વધારો કરે છે. જેને લઇ સ્વાદપ્રિય લોકોની તે પહેલી પસંદ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande