


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવણી ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય રાજેશ્રીબેન સિસોદીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે કરેલા કાર્યોની જાણકારી મળે અને દેશભક્તિ, સર્જનાત્મકતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વકૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા તેમજ વર્ગવાર સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યુ હતું.
સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ ચોપડા દિવ્યા, દ્વિતીય બામણીયા યેશા અને તૃતીય સ્થાને દાવડા ખુશ્બુ તેમજ પોસ્ટર સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ ચાવડા દ્રષ્ટિ, દ્વિતીય મોતીવરસ ધ્રુવી અને તૃતીય સ્થાને અસાવલા મતસ્વી આવી હતી.અને સ્વચ્છતા અભિયાન (વર્ગવાર વિજેતા) માં પ્રથમ ધોરણ 11-એ,દ્વિતીય ધોરણ 12-એ અને તૃતીય સ્થાને ધોરણ 11-ડી વિજેતા થયા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકવર્ગ તેમજ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. સરદાર પટેલના આદર્શોને અનુસરતા વિદ્યાર્થીઓમાં જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya