HNGUમાં વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધા, 4 રાજ્યોની ટીમ ભાગ લેશે
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં 10થી 14 ડિસેમ્બર સુધી AIUની વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી કુલ 90 ટીમો અને લગભગ 1500 ખેલાડી
HNGUમાં વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધા 10થી 14 ડિસેમ્બરમા યોજાશે


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં 10થી 14 ડિસેમ્બર સુધી AIUની વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી કુલ 90 ટીમો અને લગભગ 1500 ખેલાડીઓ ભાગ લેશે.

ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા અને યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરીયા હાજરી આપશે. ચાર ગ્રાઉન્ડ પર મેચ રમાડવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને મોટી સંખ્યાને કારણે રાત્રે 10 વાગ્યા સુધી રમતો ચાલુ રહેશે. ટેકનિકલ દેખરેખ ગુજરાતના પ્રથમ વોલીબોલ રેફરી ડો. નરેન્દ્ર ક્ષત્રિય સંભાળશે.

બહારગામથી આવતી ખેલાડી બહેનો માટે રહેવા-જમવાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ આવશ્યક વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande