વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શનિવારે જામનગરની મુલાકાતે : અનેક પડતર પ્રશ્નો ઉકેલાય તેવી આશા
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શનિવારે જામનગર રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જામનગરને લગતા કેટલાક અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ આવે તેવી માંગણી જામનગર પેશેન્જર એસોશિએશનના ચંદ્રવંદન પંડયાએ ઉઠાવી છે. પશ્ચિમ રેલ્વેના જ
જામનગર રેલવે સ્ટેશન


જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શનિવારે જામનગર રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જામનગરને લગતા કેટલાક અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ આવે તેવી માંગણી જામનગર પેશેન્જર એસોશિએશનના ચંદ્રવંદન પંડયાએ ઉઠાવી છે.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરની મુલાકાત રૂટીન ઇન્સ્પેકશન માટેની છે. તેમની સમક્ષ જામનગરના આગેવાનો આ મુદ્દે વર્ષોથી રજૂઆત કરે છે તે પ્રશ્નોનો ઉકેલ આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

હાપા સુધી જ આવતી અને હાપા થી જ ઉપડતી લાંબા અંતરની યાત્રિ રેલગાડીઓ જામનગર સુધી ક્યારથી આવતી થશે. પેસેન્જરોનું ડેસ્ટીનેશન જામનગર હોય છે, હાપા નહીં. આથી જામનગર સુધી આ ટ્રેન લાવવી જરૂરી છે.

વોશ લાઈન / મેન્ટેનન્સ માટે વિશાળ જગ્યા રેલ્વે એ 1973 માં આજથી 52 વર્ષો પહેલાં ખરીદી રાખી છે તો આટલા વર્ષોમાં આ જગ્યા નો ઉપયોગ રેલ્વે તરફથી યાત્રિઓ/ ગ્રાહકો ના હિતમાં, રેલ્વે ના હિતમાં કેમ કરવામાં આવતો નથી ? આ અંગે પણ વહેલી તકે યોગ્ય નિર્ણય લઇ સરકારી સંપતિનો જાહેર હીતમાં ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવે તે જરૂરી છે.

રાજકોટ કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી 2019માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખાતમુર્હુતથી શરૂ થઇ હતી પરંતુ આ કામગીરી ઘણી ધીમી ચાલી રહી છે ત્યારે આ કામ કેટલાક સમયમાં પૂર્ણ થશે તેની જાહેરાત જનરલ મેનેજર કરે તેવી પણ માંગણી ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande