
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરના ત્રણ દરવાજા પાસે ગઈકાલે રાત્રે પાટણ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેમાં શંકાસ્પદ હાલતમાં એક યુવકને અટકાવવામાં આવ્યો.
તપાસ દરમિયાન અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ભાવેશ ઠાકોર પાસે કાળી પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલા 80 ગ્રામ સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત આશરે રૂ. 4000 થાય છે.પી.એસ.આઇ આર.બી. ચાવલા અને તેમનાં સ્ટાફે ગાંજો જપ્ત કરી યુવક સામે NDPS એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ