
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : પલસાણાના અંત્રોલી ગામ ખાતે રહેતા અને અગાઉ સુરત ગાર્ડન સીલ્ક મીલમાં ડાયરેકટર રહી ચુકેલા 68 વર્ષીય આધેડને ઘોડદોડ રોડ ઈન્ડોર સ્ટે઼ડયમ પાસે આવેલ જમીનમાં ગેરકાયેદ કબ્જો કરી રહેવા લાગેલા મહિલા સહિત આઠ સામે પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ પલસાણા, અંત્રોલી ગામ, બુલેટ ટ્રેન સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેતા સંજયભાઈ સુરેશભાઈ શાહ (ઉ.વ.68)ના પિતાએ સને 1981માં ઘોડદોડ રોડ ઈન્ડોર સ્ટેડિયમની પાસે આવેલી જગ્યામાં ધવલગીરી એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ મુક્યો હતો. વર્ષ 2001માં મિલ્કત જર્જરિત અને ભુકંપમાંં નુકશાન થયું હતું. મિલ્કત પડી જાય તેમ હેવાથી સંજયભાઈએ વર્ષ 2016માં નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરથી પોલીસ બંદોબસ્ત સાથે મિલ્કત જમીનદોસ્ત કરી હતી. તેની સાથે સાથે સર્વલન્ટ કવાર્ટર પણ જમીન દોસ્ત કર્યા હતા. જે તે વખતે જમીનની એક તરફે વાહનોમાં પાર્કિંગ શેડ બનાવ્યા હતા. દરમિયાન આ જમીન ઉપર આરોપી મુન્નો હિરાલાલ પરમાર, ગંગાબેન હિરાલાલ પરમાર, પુનમબેન હિરાલાલ પરમાર, નજીમા ઈશાક અબ્દુલ શેખ, શેરીફા અબ્દુલ શેખ, ફરીદા ઉર્ફે પરી જાવેદ શેખ, ચાંદની જાવેદ શેખ અને જાવેદ શેખનો દાનત બગડી હતી અને જમીન પચાવી પાડવા માટે ગેરકાયદે ખોલીઓ બનાવી તેમાં રહેવાનું શરુ કરી દીધુ હતું. અને સંજય શાહ સામે ખાનગી ફરિયાદ નોધાવી હતી. જોકે સંજયભાઈ શાહ તરફે નિર્ણય આવ્યો હતો. આરોપીઓમાંથી કોઈપણ ધવલગીરી ફ્લેટ ઓનર એસોશિયેશન અથવા ધવલગીરીના માલીક રહેવાસીના કોઈ પણ દિવસે કોઈ પણ રીતે કાયદા કે નિયમ પ્રમાણે રોજગાર ન હતા કે આરોપીઓના કુંટુબીને ધવલગીરી સર્વલન્ટ કવાર્ટસમાં રૂમ આપવામાં આવ્યા નથી. છતાંયે આરોપીઓએ ગેરકાયદે રીતે પ્રવેશ કરી ખુલ્લી જમીનમાં ઘુસી આવી બાંધકામ કરી જમીન પચાવી પાડી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે સજંયભાઈ શાહની ફરિયાદ લઈ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે