

પોરબંદર,21 નવેમ્બર (હિ.સ.) પોરબંદર વનવિભાગ દ્વારા કુછડીથી વિસાવાડાના દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આ પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓને અલગ અલગ જગ્યાએથી ગ્રીન સી ટર્ટરના 6 માળા મળી આવ્યા હતા. આ માળાઓમાંથી કુલ 701 ઈંડા મળી આવતા વનવિભાગ દ્વારા કુછડી નજીક ખીમેશ્વર ખાતે આવેલ હેચરીમાં મૂકવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya