



પોરબંદર,21 નવેમ્બર (હિ.સ.) પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઈ.જીનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયો હતો તે અંતર્ગત આજે ગુરુવારે સાંજના સમયે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોરબંદર જિલ્લા પોલીસવાડા દ્વારા વાર્ષિક જિલ્લાની પોલીસની કામગીરી લોકો સમક્ષ રજૂ કરી હતી પોરબંદરના લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી તો જુનાગઢ રેન્જ આઈજીએ પોરબંદર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા
પોરબંદર જિલ્લાનો ચાર્જ જ્યારથી એસપી તરીકે ભગીરથસિંહ જાડેજાએ સંભાળ્યો છે. ત્યારથી પોરબંદરમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વાઈઝ સારી કામગીરી કરી રહી છે જેથી પોરબંદર જીલ્લાના મહાનુભવો પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યાં છે. પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઈજીના વાર્ષિક ઈન્સપેક્શન દરમિયાન ગઈકાલે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ લોકદબારમાં પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર પોલીસની વાર્ષીક કામગીરી લોકો સમક્ષ મુકી હતી જેમા એસપી જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ગુજસીટોક દાખલ કરવામાં જુનાગઢ રેન્જ વિસ્તાર ટોપ નંબર ઉપર છે પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષ બે ગુજસીટોક હેઠળ બે ગેંગ વિરૂધ્ધ પોરબંદર પોલીસે કડક કામગીરી બતાવી છે.
ગંભીર પ્રકારના બનાવવામાં 100 ડિટેકશન સાથે પોલીસે પોતાની ઝડપી કામગીરી બતાવી છે. તેમજ છેલ્લે થયેલી 27 તોલા લૂંટમાં 100 ટકા રિકવરી અને તમામ આરોપીઓને ગણતરીની કલાકમાં ઝડપી લીધા હતા આ સાથે ચાલુ વર્ષે જ દિવાળીના સમયગાળા દરમિયાન એક કરોડથી વધારાનો દારૂ પોરબંદર પોલીસ પકડીને પોલીસની કામગીરી વધુ મજબૂતાઈથી કરી છે આ સાથે પોરબંદર જિલ્લાના પ્રોહીબીશનના કેસ હોય જુગારના કેસ હોય આ તમામ કેસમાં પોરબંદર પોલીસની સારી એવી પકડ છે. પોરબંદર પોલીસ ટીમની કામગીરી જિલ્લામાં ઘણી સારી છે તેમ એસપી જાડેજા જણાવ્યું હતું તો લોકદરબારના કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ પણ પોરબંદર પોલીસને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ જે પણ જરૂરી સૂચનો હતા તે પણ પોરબંદર પોલીસને મહાનુભાવો એ રજૂ કર્યા હતા ખાસ પોરબંદરમાં ટ્રાફિક સમસ્યા તેના પર પોરબંદરન શ્રેષ્ઠીએ પોલીસનું ધ્યાન આપ્યુ હતુ ખાસ કરીને મુખ્ય બજારમા થતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ માટે પોલીસને રજુઆતો કરી હતી અને એસપી જાડેજાએ આગામી દિવસોમાં કડક થશે તેવુ આસશ્વાસ પણ વ્યકત કર્યુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya