


અંબાજી,21 નવેમ્બર (હિ.સ) અંબાજી વિકાસ પ્રોજેક્ટ દરમ્યાન દબાણનો મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છૅ.અગાઉ 89 દબાણો તૂટ્યા બાદ હવે 267 થી વધુ દબાણદારોને નોટિસ મળતા દબાણદારોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે. અંબાજી ખાતે દબાણદારોની બેઠક મળી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ દબાણ દૂર કરવાની માંગ સાથે આજે અંબાજી બંધનું એલાન અપાયું હતું. જોકે દબાણદારોને અંબાજીના વેપારીઓએ પણઝડબેસલક બંધ રાખી સમર્થન આપ્યું હતું એકત્રિત થયેલા અસરગ્રસ્તો મોટી સંખ્યામાં દાંતા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ કરી હતી
અંબાના ધામ અંબાજી ખાતે સરકાર દ્વારા વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ થનારો છે.જેને લઈ અંબાજી કોરિડોર સહિતના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા થોડા સમય અગાઉ વિકાસ પ્રોજેક્ટના નડતરરૂપ 89 જેટલાં દબાણો તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવાયા.જોકે આ 89 મકાનોના દબાણો તૂટવા સમયે અંબાજીમાં દબાણદારો એકત્રિત થયા હતા અને હંગામા મચાવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી અને આજ દિન સુધી તેમની વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી તેમ જણાવી હંગામો મચાવ્યો હતો તે ઉપરાંત ફરી આ વિકાસ પ્રોજેક્ટમાં નડતરરૂપ 2267 થી વધુ દબાણદારોને નોટિસ મળતા હડકમપ મચ્યો છે. અસરગ્રસ્તો દબાણદારો અંબાજી ખાતે એકત્રિત થયા અને આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.જોકે પીડિત દબાણદારોના નિર્ણય બાદ આજે અંબાજીના બજારો દબાણદારોના સમર્થનમાં સ્વયંભૂ બંધ રહ્યા હતા. તે વચ્ચે આ પીડિત દબાણદારો દાંતા ખાતે પહોંચ્યા અને દાંતા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી દબાણ તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છૅ. અને જો દબાણદારોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી અપાય તો આગામી દિવસોમાં રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી.
અસરગ્રસ્ત રીનબેન ચૌધરી એ જણાવ્યું હતું કે અમને દબાણ ખાલી કરવા નોટિસ આપી છૅ અમે વર્ષોથી રહીએ છીએ. વ્યવસ્થા નહીં કરી આપે તો રસ્તા પર ઉતરીશું. જ્યારે અસરગ્રસ્ત જ્યોતી બેન એ જણાવ્યું હતું કે અચાનક અમને નોટીસો આપી દીધી અમે અમારા બાળ બચ્ચાઓ લઈને ક્યાં જઈએ..? જોકે અંબાજીમાં દબાણને લઈને વિવાદ તો ઊભો થયેલો જોવા મળ્યો. પરંતુ તે વચ્ચે દબાણદારોની રજૂઆત સાંભળ્યા બાદ દાંતા પ્રાંત અધિકારીએ દબાણદારોને આશ્વાસન આપ્યું છે કે તમારૂ કોઈ દબાણ હટવાનું નથી. તમને જે નોટિસ મળી છે તે દબાણ હટાવવા માટે નથી મળી પુરાવા એકત્રિત કરવા માટે મળી છે. અને સાથે જ SIR ની કામગીરી ચાલી રહી છે તેને લઈ આ દબાણદારો માં ભય ફેલાયો હોવાનું પ્રાંત અધિકારીએ નિવેદન પ્રાંત અધિકારી દાંતા હરીની કે આર એ આપતા જણાવ્યું હતું કે આ કોઈ દબાણ હટાવવા માટેની નોટિસ નથી પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને સાથે જ SIR ની કામગીરી ચાલુ છે અને હાલ માં દબાણ હટાવવા ની કોઈ કામગીરી નથી થઈ રહી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ