
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) નશામુક્ત ભારત અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાયડ પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એદલાના લેબ ટેક્નિશિયન તથા જાણીતા ગાયક જગદીશભાઈએ હાજરી આપી.
જગદીશભાઈએ નરેશભાઈના અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ વિષયક ગીત રજૂ કરીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ફેલાવ્યો. ગીત દ્વારા મનોરંજન સાથે વ્યસનમુક્તિનો મહત્વનો સંદેશ પહોંચાડવામાં આવ્યો. ત્યારબાદ કન્વીનર નરેશભાઈએ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ ટી-શર્ટ આપીને વિષય પ્રત્યે આકર્ષિત કર્યા.
નરેશભાઈએ વ્યસનના શારીરિક અને સામાજિક દૂષ્પ્રભાવોની સમજ આપી અને વાર્તાઓ તથા ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે વ્યક્તિ પોતે તેમજ સમાજ વ્યસનથી કેવી રીતે બચી શકે. તેમણે પરિવાર અને રાષ્ટ્રને વ્યસનમુક્ત બનાવવા સૌને જવાબદારીપૂર્વક કામ કરવાની પ્રેરણા આપી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ