રાજ્યની હવા પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની,અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં AQI 220 નોંધાયો
અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) દિલ્હીની જેમ હવે ગુજરાતમાં પણ દિવસે દિવસે હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે.ગુજરાતમાં મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓે વ
Air pollution in the state has increased,


અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) દિલ્હીની જેમ હવે ગુજરાતમાં પણ દિવસે દિવસે હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે.ગુજરાતમાં મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતાં તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓે વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે. જો બહાર નીકળવાનું થાય તો N-95 માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર થતાં હવા ઝેરી બની છે, જે ગુણવત્તાને 'ખરાબ' શ્રેણીમાં મૂકે છે. રાજ્યના મુખ્ય શહેરોમાં અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં AQI 220 નોંધાયો છે, જે લોકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. .

અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનો સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે પણ શહેરમાં વહેલી સવારે AQI 240 નોંધાયો હતો, જે સિવિયર કન્ડિશનમાં પહોંચી ગયો હતો. વેબસાઇટ મુજબ નવેમ્બર મહિનામાં પણ પ્રદૂષણનો વધતો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200થી વધુ નોંધાતાં શહેરની હવાની ગુણવત્તા ઘટતી જોવા મળી છે, જોકે ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQIમાં તેજ વધારો જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande