
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં વિદેશી દારૂના પ્રવેશ પર કડક નિયંત્રણ માટે પોલીસે પગલા વધુ કડક બનાવ્યા છે. જિલ્લા એલસીબીની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મહત્ત્વની કાર્યવાહી કરીને બિયરના ટીન સહિત કુલરૂ. 12.32 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે બે ઈસમો ફરાર છે.
માહિતી મુજબ, એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ચિતલથી અમરેલી તરફ કારમાં બિયર ભરેલો મોકલ આવી રહ્યો છે અને આગળ એક કાર સ્કોર્ટિંગ માટે ચાલી રહી છે. પોલીસએ બાતમીના આધારે નાના માચીયાળા ગામ નજીક નાકાબંધી ગોઠવી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તલાશીમાં બિયરની 27 પેટી, કિંમત રૂ. 67,560, રોકડરૂ. 73,500, બે મોબાઈલ ફોન અને બે કાર મળી આવી હતી. આ રીતે કુલ રૂ. 12.32 લાખનો મુદ્દામાલકબજે કરીને પોલીસે દારૂચોરી કરનારા ગેંગના ધંધાને મોટો ઝટકો પહોંચાડ્યો હતો.
પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓની ઓળખ કરણ વલકુભાઈ ખાચર, મયુર જગુભાઈ પટગીર, અને પ્રદીપ રવુભાઈ બોરીચા– રહેવાસી કારીયાણી, તા. જી. બોટાદ તરીકે કરી છે. પુછપરછ દરમ્યાન ખુલ્યું હતું કે આ ગેરકાયદેસર દારૂ વ્યવહારમાં બે વધુ શખ્સો લાલાભાઈ બાબાભાઈ ખાચર અને ધર્મરાજ ઉર્ફે ધમો હરેશભાઈ બાબરીયા, રહેવાસી બગસરા, પણ સંડોવાયેલા છે. બંને હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી એલસીબીની આ સફળ કાર્યવાહીથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર પ્રવેશને રોકવા માટે પોલીસની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. જિલ્લાના કાયદો-વ્યવહાર વિભાગે જણાવ્યું છે કે આવી કાર્યવાહી આગળ પણ વધુ કડકતા સાથે ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai