
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)સરસ્વતીના વાયડ સ્થિત એમ.એમ. પટેલ વિદ્યાલયમાં ‘વિકસિત ગુજરાત 2047’ થીમ હેઠળ કલાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. QDC કક્ષાની આ સ્પર્ધામાં ચાર શાળાઓના કુલ 21 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલાઉત્સવમાં ચિત્ર, ગીત, બાલકવિ અને વાદન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
માધ્યમિક વિભાગમાં ગીત સ્પર્ધામાં ઠાકોર પ્રિયાબેન બી.એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચિત્ર સ્પર્ધામાં પંચાલ ખુશીબેન વી. અને બાલકવિ સ્પર્ધામાં ઠાકોર કાજલબેન બી. વિજેતા બન્યા હતા. ઉચ્ચતર વિભાગમાં સુથાર મિતલ એલ.એ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ તથા ગીત સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ઠાકોર હિમાંશીએ બાલકવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વાદનસ્પર્ધામાં રબારી વિવેક અને પરમાર કિરણ—બંને દ્વિતીય સ્થાને રહ્યા હતા. યજમાન વાયડ એમ.એમ. પટેલ વિદ્યાલય ચિત્ર તથા ગીત સ્પર્ધામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ