મતદાર ગણતરી ફોર્મનું 100% ડીઝિટાઇજેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવા બદલ કલેકટર ગાંધીનગર દ્વારા BLO ઓનું સન્માન કરવામાં આવ્યું
ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી મળતી માહિતી મુજબ,હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત,મતદાર ગણતરી ફોર્મનું ૧૦૦ % ડીઝિટાઇજેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કર
BLO નું સન્માન


ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી મળતી માહિતી મુજબ,હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત,મતદાર ગણતરી ફોર્મનું ૧૦૦ % ડીઝિટાઇજેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરનારા, ત્રણ બી.એલ.ઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટર ગાંધીનગર મેહુલ કે. દવે તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી, ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં ૩૪-દહેગામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૨૩૭ - શિયાપુરાના BLO ધવલકુમાર બાબુભાઈ પટેલ, ૩૫-ગાંધીનગર (દક્ષીણ) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૫૭, મગોડી-૫ (રતનપુર લાટ)ના BLO જીગ્નેશકુમાર ચીમનભાઈ પટેલ તથા ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૨૪ મોતીપુરા (વેડા) ના BLO કિંજલબેન પ્રજ્ઞેશકુમાર પટેલને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાંધીનગર તરફથી તેમની કામગીરી બિરદાવી ત્રણેય BLOને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

આ તકે કલેકટર મેહુલ કે.દવેએ

BLOઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે,આપ સૌને સમય પૂર્વે કામગીરી પુર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન આ સાથે જ તેમણે BLOશ્રી પાસેથી ૧૦૦ ટકા કામગીરી, આયોજન બદ્ધ રીતે પુર્ણ કરવા પાછળ, કરેલી મહેનત અને સ્ટ્રેટેજી અંગે વિગતે માહિતી મેળવી હતી.તથા અન્ય BLOઓને પણ‌ આયોજન બદ્ધ રીતે કાર્ય કરવા પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande