મતદારયાદી સુધારણા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી: બે BLOને પ્રશસ્તિપત્ર સાથે સન્માન
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) : મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા સુવ્યવસ્થિત રીતે EF વિતરણ અને ડિજિટાઈઝેશનનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠ
મતદારયાદી સુધારણા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી: બે BLOને પ્રશસ્તિપત્ર સાથે સન્માન


મતદારયાદી સુધારણા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી: બે BLOને પ્રશસ્તિપત્ર સાથે સન્માન


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) : મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા સુવ્યવસ્થિત રીતે EF વિતરણ અને ડિજિટાઈઝેશનનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિવિધ મતવિસ્તારોમાં કાર્યરત BLOઓએ મતદારયાદીના ગુણવત્તાયુક્ત સુધારણા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

વિશેષ રૂપે ર૬ – વિજાપુર વિધાનસભા મતવિભાગ હેઠળ ફરજ બજાવતા બે મહિલા BLOઓએ ઉત્તમ કામગીરીનું પ્રદર્શન કર્યું છે. પ્રાથમિક શાળા, અમરપુરા (ખ) ખાતે ફરજ બજાવતી BLO શિલ્પાબેન જોઇતારામ અને પ્રાથમિક શાળા, દોલતીયાપુરા ખાતે ફરજ બજાવતી BLO રમીલાબેન મથુરભાઇએ SIRની EF વિતરણ તથા ડિઝિટાઈઝેશનની કામગીરી 100% પૂર્ણ કરી હતી. ચોકસાઈ, સમયબદ્ધતા અને જવાબદારીપૂર્વકની કામગીરીને કારણે બંને મહિલાઓને અભિનંદન પાઠવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા.

આ સન્માન માત્ર BLOઓના પ્રયત્નોને માન્યતા આપતું નથી, પરંતુ જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા અભિયાનને વધુ ગતિ અને વિશ્વસનીયતા આપે છે. મતદારયાદીની સુધારણા પ્રક્રિયા લોકશાહી મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ સાધન છે, અને આવી કાર્યક્ષમ કામગીરી જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande