
જૂનાગઢ, 21 નવેમ્બર (હિ.સ.) : ભેસાણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલમહાકુંભ - 2025 રમતોત્સવનું જૂનાગઢ ખાતે જિલ્લાકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં ભેસાણના ક્રિત નીતીનભાઈ જોષીએ અં- 11 વિભાગમાં 50 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી ભેસાણ, શાળા પરિવાર, જોષી પરિવાર તેમજ સમસ્ત બ્રહ્મ સમાજનું નામ રોશન કરેલ હતું. આ તકે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્યની સ્પર્ધામાં પણ સફળતા મેળવે તે માટે લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ