પાટણમાં ઉગમણા દરવાજા બહાર ગટર સમસ્યા ઉકેલવાની માંગ તેજ
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા નગરપાલિકા વિસ્તારમાં ઉગમણા દરવાજા બહારના ભદરિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાતાં ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ રહી હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકી અનુભવી પડી રહી છે. આ સમસ્યા
ઉગમણા દરવાજા બહાર ગટર સમસ્યા ઉકેલવાની માંગ તેજ


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા નગરપાલિકા વિસ્તારમાં ઉગમણા દરવાજા બહારના ભદરિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાતાં ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ રહી હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકી અનુભવી પડી રહી છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકાએ છેલ્લા બે મહિનાથી કામગીરી શરૂ કરી છે, પરંતુ કામ અત્યંત ધીમું ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બીજી તરફ ભદરિયા ઓવરહેડ ટાંકીથી રેલવે ફાટક નજીકના પમ્પિંગ સ્ટેશન સુધી પાઇપલાઇન નાખવાની અને રૂપેશ્વર વિસ્તારમાં ગટર વ્યવસ્થાના સમારકામ જેવા વિકાસ કાર્યો ઝડપી ગતિએ ચાલી રહ્યા છે.

સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે એવીજ રીતે ઉગમણા દરવાજા બહારની ગટર વ્યવસ્થાનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી વિસ્તારમાં ફેલાતી ગંદકી અને તકલીફોમાંથી રાહત મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande