પોરબંદરમાં સ્વમિનારાયણ ગુરૂકુળ ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે ચીત્ર સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, છાયા-પોરબંદર ખાતે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ''રાષ્ટ્રીય એકતા દિવસ'' તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી. આ શુભ
પોરબંદરમાં  સ્વમિનારાયણ ગુરૂકુળ  ખાતે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિતે ચીત્ર સ્પર્ધા યોજાઈ.


પોરબંદરમાં  સ્વમિનારાયણ ગુરૂકુળ  ખાતે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિતે ચીત્ર સ્પર્ધા યોજાઈ.


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, છાયા-પોરબંદર ખાતે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી.

આ શુભ પ્રસંગે, શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને સરદાર સાહેબના આદર્શો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભાનો પરિચય આપીને સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના કાર્યો, ભારતની અખંડિતતા જાળવવામાં તેમનું યોગદાન અને વિવિધતામાં એકતાના ભાવને સુંદર ચિત્રો દ્વારા વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande