બરડા પંથકમાં વિજચેકીંગ દરમિયાન 46 કનેક્શનોમાં વીજચોરી ઝડપાઇ.
પોરબંદર,21 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના બરડા પંથકમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ગઈકાલે સવારે અલગ અલગ પાંચ થી સાત જેટલા ગામોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાય છે બગવદર ડિવિઝન અને મજીવણા ડિવિઝન નીચે આવતા દ
બરડા પંથકમાં વિજચેકીંગ દરમિયાન 46 કનેક્શનોમાં વીજચોરી ઝડપાઇ.


બરડા પંથકમાં વિજચેકીંગ દરમિયાન 46 કનેક્શનોમાં વીજચોરી ઝડપાઇ.


પોરબંદર,21 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના બરડા પંથકમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ગઈકાલે સવારે અલગ અલગ પાંચ થી સાત જેટલા ગામોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાય છે બગવદર ડિવિઝન અને મજીવણા ડિવિઝન નીચે આવતા દેગામ, બખરલા, પાંડાવદર, ખીસ્ત્રી, અડવાણા, ફટાણા સહિતના બગવદરના વિવિધ ગામોમાં 18 ટિમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન 400 જેટલા વીજ કનેક્શનમાંથી 46 કનેક્શનમાં વીજચોરી ઝડપાયેલી હતી જેમાં આશરે 15.5 લાખ જેટલી વીજળીના બિલો ફટકારવામાં આવ્યા છે અવારનવાર બરડામાંથી મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાય છે પીજીવીસીએલની કડક કામગીરીને લીધે વીજ ચોરોમાં વારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande