પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનો અભિમુખ — વિસનગરમાં આંતરિક તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ શરૂ કરેલી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજન
પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનો અભિમુખ — વિસનગરમાં આંતરિક તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો


પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનો અભિમુખ — વિસનગરમાં આંતરિક તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ શરૂ કરેલી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ તાલીમ ઈયાસરા ક્લસ્ટર હેઠળ યોજાઈ હતી. તાલીમમાં વિસનગર તાલુકાના આશરે 100 જેટલા ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, જમીનની ઉપજતા અને આરોગ્યમાં સુધારો લાવવા માટેની પદ્ધતિઓ તેમજ રાસાયણિક રહિત ખેતીના ફાયદાઓ વિશે વિગતવાર સમજાવ્યું. પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ, જીવામૃત અને ઘન જીવામૃતની તૈયારી, મલ્ચિંગ અને બેજ સંરક્ષણ જેવી ટેક્નિક વિશે પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.ખેડૂતોને સ્પષ્ટ કરવામાં આવ્યું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે અને લાંબા ગાળે જમીનની તંદુરસ્તી જળવાઈ રહે છે. સમગ્ર તાલીમને ખેડૂતો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઘણા ખેડૂતો પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande