મહાપ્રબંધક પશ્ચિમ રેલવેના અમદાવાદ અને વડોદરા ક્ષેત્રાધિકારના સાંસદો સાથે બેઠકનું આયોજન
ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવે દ્વારા જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સંવાદને વધુ મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પહેલના હેઠળ આજે 21 નવેમ્બર 2025 ના રોજ અમદાવાદ અને વડોદરા મંડળોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા માનનીય સાંસદો સાથે મહાપ્રબંધક પ
મહાપ્રબંધક પશ્ચિમ રેલવેના અમદાવાદ અને વડોદરા ક્ષેત્રાધિકારના સાંસદો સાથે બેઠકનું આયોજન


મહાપ્રબંધક પશ્ચિમ રેલવેના અમદાવાદ અને વડોદરા ક્ષેત્રાધિકારના સાંસદો સાથે બેઠકનું આયોજન


ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવે દ્વારા જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સંવાદને વધુ મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પહેલના હેઠળ આજે 21 નવેમ્બર 2025 ના રોજ અમદાવાદ અને વડોદરા મંડળોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા માનનીય સાંસદો સાથે મહાપ્રબંધક પશ્ચિમ રેલવેના વિવેક કુમાર ગુપ્તાની એક બેઠકનું આયોજન અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ કરવામાં આવ્યું.

બેઠકની શરૂઆતમાં મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ સંસદસભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ઉપસ્થિત જનપ્રતિનિધિઓને પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા મુખ્ય રેલ પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. તેમણે માહિતી આપી કે અમદાવાદ સહિત પશ્ચિમ રેલવે પર ના ઘણા મહત્વપૂર્ણ સ્ટેશનોના પુનર્વિકાસનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, અને આ કાર્યોનું પોતે રેલવે મંત્રી દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC) નું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે સફાલેથી JNPT સેક્શન નું કાર્ય આગળના તબક્કામાં પહોંચી ગયું છે.

બેઠકમાં અમદાવાદ અને વડોદરા મંડળોમાં પ્રગતિ પર વિવિધ નવી મુસાફર સુવિધાઓ અને વિકાસલક્ષી સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી શેર કરવામાં આવી હતી. આ દરમિયાન, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ વેદ પ્રકાશ દ્વારા પ્રેઝન્ટેશન ના માધ્યમથી અમદાવાદ મંડળ પર દિવાળી અને છઠ પૂજા દરમિયાન કરવામાં આવેલા ઉત્તમ ભીડ વ્યવસ્થાપન પ્રયાસો, મંડળમાં પ્રગતિ પર ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેક્ટ્સ જેમ કે નવી રેલવે લાઇન, નવી ટ્રેન સેવાઓ, મુખ્ય પુનર્વિકાસ સ્ટેશનો (ભુજ, અમદાવાદ, સાબરમતી) અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ કરવામાં આવી રહેલા અન્ય 16 સ્ટેશનોની પ્રગતિની સમીક્ષા પ્રસ્તુત કરવામાં આવી હતી.

અમદાવાદ મંડળ રૂટ કિમીમાં ભારતીય રેલવેનું સૌથી મોટું મંડળ છે, જેમાં આશરે 1480 રૂટ કિમી રેલ લાઇન છે, જે ગુજરાતના 10 જિલ્લાઓને કવર કરે છે.

અમદાવાદ મંડળમાં વર્ષ 24-25 સુધી ભારતીય રેલવેમાં વધુમાંવધુ 13510 રેકના 855010 કન્ટેનર લોડ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મંડળ વર્ષ 25-26 માં ભારતીય રેલવેમાં લોડિંગમાં 8મા અને ફ્રેટ આવકમાં 7 મુ સ્થાન રાખે છે

ભારતીય રેલવેના ફ્રેટ ટર્મિનલ માં અમદાવાદ મંડળમાં સૌથી વધુ 78 ફ્રેટ ટર્મિનલ છે.

મંડળ નું દિનદયાળ પોર્ટ કંડલા ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું પબ્લિક સેક્ટર પોર્ટ છે.

ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ મુન્દ્રા પોર્ટ છે જે વિશ્વનું 39મું સૌથી મોટું પોર્ટ છે.

અમદાવાદથી દર વર્ષે લગભગ 7.8 કરોડ મુસાફરો મુસાફરી કરે છે.

મંડળમાં ઉંઝા એશિયામાં મસાલા અને જીરુંનું સૌથી મોટું બજાર છે.

મંડળ રેલ પ્રબંધક વડોદરાના શ્રી રાજુ ભડકે દ્વારા વડોદરા મંડળ પર ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેક્ટ્સ, મુસાફરોની સુવિધાઓ અને મંડળ પર કરવામાં આવેલા વિવિધ નવીન પ્રયાસોની સાંસદોને માહિતી આપી.

આ બેઠકમાં માનનીય સંસદ હસમુખભાઈ પટેલ (અમદાવાદ પૂર્વ), દિનેશભાઈ મકવાણા (અમદાવાદ પશ્ચિમ), શોભનાબેન બારૈયા (સાબરકાંઠા), મનસુખભાઈ વસાવા (ભરૂચ), જશુભાઈ રાઠવા (છોટા ઉદેપુર), અનિતા ચૌહાણ (રતલામ) અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. રેલવે પ્રશાસન તરફથી પશ્ચિમ રેલવે મુખ્યાલયના મુખ્ય રેલવે અધિકારી અને બંને મંડળોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા થયા.

સાંસદોએ તેમના સંબંધિત વિસ્તારોમાં રેલવે સંબંધિત સમસ્યાઓ જેમ કે રેલવે પુલ બનાવવા, ટ્રેનો માટે સ્ટોપેજ આપવા, નવી ટ્રેનો શરૂ કરવા, ટ્રેનોનું વિસ્તરણ વગેરેના ઉકેલની માંગ કરી હતી. જ્યારે રેલવે ની ખાલી પડેલી જમીન પર વૃક્ષારોપણ કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવાની નવા નિર્માણ દરમિયાન પાણી ભરાવાની કાળજી લેવા, હિંમતનગર થી દિલ્હી સુધીની સીધી ટ્રેન સેવા શરૂ કરવા અને વટવા સ્ટેશનથી ટેક્સી સેવા જેમકે ઉબેર, રેપિડો ની સેવાઓ વહેલી તકે શરૂ કરવા માટે પણ સૂચનો આપ્યા હતા તથા પશ્ચિમ રેલ્વેમાં ચાલી રહેલા વિવિધ વિકાસ મુદ્દાઓ અને જનતાના સૂચનોની પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાપ્રબંધક પશ્ચિમ રેલવેના તમામ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના યોગ્ય જવાબો આપ્યા અને તેમની વાસ્તવિક માંગણીઓ અને સૂચનો પર શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી.

આ પહેલ જનપ્રતિનિધિઓ સાથે ભાગીદારી અને સહયોગ વધારીને રેલ સુવિધાઓના અપગ્રેડેશન, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ અને ક્ષેત્રીય વિકાસને નવી ગતિ પ્રદાન કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande