જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિશ્વ શૌચાલય દિવસની ઉજવણીને લઇને બેઠક યોજાઇ
સોમનાથ,21 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ''વિશ્વ શૌચાલય દિવસ''ની ઉજવણીને લઇને આજે જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં “અમારૂ શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાન અંતર્ગત 19 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધ
વિશ્વ શૌચાલય દિવસની ઉજવણીને લઇને બેઠક યોજાઇ


સોમનાથ,21 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને 'વિશ્વ શૌચાલય દિવસ'ની ઉજવણીને લઇને આજે જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં “અમારૂ શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાન અંતર્ગત 19 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વિવિધ સમારકામની ‌કામગીરી અને લોકજાગૃતિનો સંદેશા સાથે જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત 'વિશ્વ શૌચાલય દિવસ'ની ઉજવણીને લઇને “અમારું શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વિવિધ કેમ્પેઇન થકી લોકજાગૃતિનો સંદેશો આપવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ પેઇન્ટીંગ, તિરાડ પુરાણ, સાફ-સફાઇ, પ્લમ્બિંગ વર્ક, પાણીની ટાંકી મૂકવી, સ્ટ્રક્ચર રિપેર, ફ્લોરીંગ મરામત, ઇલેક્ટ્રીક વર્ક, છત રીપેર, સુલભતામાં સુધારો-વધારો કરવો સહિત તેમજ સ્પર્ધામાં શ્રેષ્ઠ વ્યક્તિગત શૌચાલય સ્પર્ધા જેમાં સૌરી સારી રીતે રંગાયેલ અને સારી રીત જાળવણી કરાયેલા શૌચાલય માટે વ્યક્તિગત લાભાર્થીઓ નક્કી કરવામાં આવશે. તે ઉપરાંત, સામૂહિક શૌચાલય સુશોભન ડ્રાઇવ કરવામાં આવશે. જેમાં સામૂહિક શૌચાલયના દેખાવ અને કાર્યક્ષમતા વધારવા માટે સમર્પિત સૂચનો આપવામાં આવશે.

આ બેઠકમાં વ્યક્તિગત શૌચાલયના પાંચ લાભાર્થીઓને કલેક્ટરના હસ્તે મંજૂરીપત્ર આપવામાં આવ્યાં હતાં.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande