જશાધાર-રાતિધાર-રામપરા રોડની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ, ૪.૨૩ કિ.મી. લંબાઈનો રસ્તો અંદાજિત રૂપિયા ૨.૧૫ કરોડના ખર્ચે નવિનીકરણ
ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જશાધાર, રાતિધાર, રામપરા રોડની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદી સિઝન જતા પંચ
જશાધાર-રાતિધાર-રામપરા


ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જશાધાર, રાતિધાર, રામપરા રોડની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદી સિઝન જતા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ગીર સોમનાથ હસ્તકના જશાધાર, રાતિધાર, રામપરા રોડ ૪.૨૩ કિ.મી. લંબાઈના રસ્તો અંદાજિત રૂપિયા ૨.૧૫/- કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે.

આ રસ્તાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. આ રસ્તો બનતા જ રાતિધાર, રામપરા, હડનમતિયા અને મંડોરાણા જેવા ગામોની જાહેર જનતા તેનો લાભ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande