જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની એક બેઠક આજે જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ પીવાના પાણી અંગે તેમજ વાસ્મો અને પાણી પુરવઠાએ તૈયાર કરેલી વ
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક


ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની એક બેઠક આજે જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ પીવાના પાણી અંગે તેમજ વાસ્મો અને પાણી પુરવઠાએ તૈયાર કરેલી વિવિધ યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ અંગે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં.

આ સાથે જ, 'નલ સે જલ યોજના' હેઠળ એસએચજી અંતર્ગત મરામત અને નિભાવણી કામગીરી અને ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી માટે સહકારી મંડળીને સોંપણીની કામગીરીની સમીક્ષા કરી હતી.

તેમણે જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ અંતર્ગત કાર્યરત અને મંજૂર થયેલા અને પ્રગતિમાં રહેલા કામોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande