કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે, આજે પોતાનું અને તેમના પરિવારના સભ્યોનું એન્યૂમરેશન ફોર્મ ભર્યુ
ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા Special Intensive Revision (SIR) અંતર્ગત મતદાર યાદીની સુધારણા માટેની જિલ્લામાં કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. આ પ્રક્રિયામાં સહભાગી થતા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે, આજે તે
એન્યૂમરેશન ફોર્મ ભર્યુ


ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા Special Intensive Revision (SIR) અંતર્ગત મતદાર યાદીની સુધારણા માટેની જિલ્લામાં કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે.

આ પ્રક્રિયામાં સહભાગી થતા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે, આજે તેમનું અને તેમના પરિવારના સભ્યોનું એન્યૂમરેશન ફોર્મ ભર્યું હતું.

કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીને ધબકતી રાખવા માટે ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે જિલ્લાના તમામ વર્ગ-સમાજના લોકો બી.એલ.ઓ. દ્વારા આપવામાં આવેલું એન્યૂમરેશન ફોર્મ ભરીને ત્વરીત પરત આપે એ ઈચ્છનીય છે.

કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા માટે લાયક એકપણ મતદાર આ પ્રક્રિયામાંથી બાકી ન રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

આગામી તા. ૨૨ અને ૨૩ ના રોજ સવારે ૯.૦૦ થી બપોરે ૦૧.૦૦ કલાક દરમિયાન મથકો ઉપર ઉપસ્થિત રહીને એન્યૂમરેશન ફોર્મ ભરવા માટે બી.એલ.ઓ. જરૂરી મદદ-સહાય કરશે, ત્યારે જિલ્લાના તમામ નાગરિકો પોતાનું એન્યૂમરેશન ફોર્મ ભરી દે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande