ગીર સોમનાથ કોડીનાર દેવળી શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે
સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લા કોડીનાર નાં દેવળી ગામે રહેતા યુવાન શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે ત્યારે શિક્ષક ને મોત પહેલા લખાયેલી સુસાઇડ નોટ મળી આવીહતી જેમાં sir ની કામગીરી થી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરિવાર અને શિ
ગીર સોમનાથ  કોડીનાર દેવળી શિક્ષકે


સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લા કોડીનાર નાં દેવળી ગામે રહેતા યુવાન શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે ત્યારે શિક્ષક ને મોત પહેલા લખાયેલી સુસાઇડ નોટ મળી આવીહતી જેમાં sir ની કામગીરી થી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું બીએલઓ ની કામગીરી ની લય શિક્ષક ડિપ્રેશન માં હતા .અનેક શિક્ષકો આવી રહી માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જેને લઇ રાજ્યના તમામ BLO કર્મચારી આજે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતાં પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande