
ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ
કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તા પર પેચ વર્કની કામગીરી પૂરજોશથી ચાલુ કરવામાં આવી છે.
જેમાં હાલમાં થરેલી - પાદરુકા- લોઢવા રોડ પર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા પેચવર્ક કરી મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પેચવર્કની કામગીરી પછી ગ્રામજનોને વાહનવ્યવહાર અને મુસાફરીમાં સરળતા રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ