
ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.)વેરાવળમાં એમપેડા અને ઈ.પી.એફ.ઓ.ના સહયોગથી વેરાવળ ખાતે હાઇબ્રિડ મોડમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના પર રાજ્ય-સ્તરીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
એમપેડાના સહાયક નિયામક કિશોરકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રાદેશિક પી.એફ.કમિશનર રાજકોટના સમીરકુમારે પરિચયાત્મક ટિપ્પણીઓ, નોકરીદાતાઓ અને કર્મચારીઓ માટે PM-VBRY ના મુખ્ય ફાયદાઓ અંગે જણાવ્યું હતું.
પ્રાદેશિક પી.એફ.કમિશનર ડી.ઓ.સી. ડૉ. જોગીન્દર સિંહે વર્ચ્યુઅલ રીતે યુવાનોને સશક્તિકરણ, રોજગારક્ષમતા વધારવા અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવામાં પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજનાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
એન્ફોર્સમેન્ટ ઓફિસર મૌલિક ઠક્કર દ્વારા, યોજના અને નોંધણી પ્રક્રિયા પર વિગતવાર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જૂનાગઢના સહાયક પીએફ કમિશનર કે. જોહ્ન્સન, ગીર સોમનાથના અમલીકરણ અધિકારી નિતેશ કામદાર અને જૂનાગઢના અમલીકરણ અધિકારી અર્ચના મુલિયાણા દ્વારા અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ઇસ્માઇલ મોઠિયાએ આ સેમિનાર બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સીફૂડ ઉદ્યોગ તરફથી સક્રિય ભાગીદારી જોવા મળી હતી જેમાં ૧૦૦ થી વધુ સહભાગીઓ જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ