
ગીર સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : ગીરસોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા મુકામે અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા કારડીયા રાજપુત સમાજ ના આગેવાનો અને શ્રી કારડીયા રાજપૂત સમાજ સેવા કર્મચારી ટ્રસ્ટ ના કર્મચારીઓં ની ઉપસ્થિત માં મિટિંગ ર્ડો. ભરત ભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ના હોલ માં મળી. જેમાં સુત્રાપાડા મુકામે ૧૪ માં સમૂહ લગ્ન મહોત્સવ સુત્રાપાડા મુકામે વસંતપંચમીને 23 જાન્યુઆરી 2026 ને શુક્રવાર ના દિવસે યોજવામાં આવનાર છે. જેની ચર્ચા વિચારણા કરવા માં આવી, સુત્રાપાડા કારડીયા સમાજ સેવા ટ્રસ્ટ કર્મચારીઓં દ્રારા કારડીયા રાજપૂત સમાજના ગામેંગામ જઈને લોકોને જાગૃત કરશે, સમૂહ લગ્ન સમાજ માટે કેટલા ઉપયોગી છે, સમાજ ના લાખો કરોડો રૂપિયા ની બચત થાય, જેનો ઉપયોગ શિક્ષણ માં થાય, કુ રિવાજો દૂર થાય તેવા પ્રયત્ન કર્મચારી ઓં અને આગેવાનો દ્રારા કરવા માં આવશે, સુત્રાપાડામાં હોળી દર્શન(વાડ) સમગ્ર સમાજ દ્રારા ઍક જ સ્થળે જમણવારનું આયોજન કરી ખર્ચ ની બચત કરે છે. આવા કાર્ય કરી ધાણા સુધારા કરી સમાજની પ્રગતિ માટે ઉપયોગી છે તેમજ આ વર્ષે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડાના યુવાનો દ્વારા સમાજના દીકરા દીકરીઓ માટે ભવ્ય નવરાત્રિના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવેલ હતું.
સમગ્ર ગુજરાત માંથી કારડીયા રાજપૂત સમાજના કોઈપણ યુવક-યુવતીઑ જેઓ આ સમૂહ લગ્નમાં જોડાવાની ઇચ્છા ધરાવતા હોય તેઓએ પોતાની નોંધણી તાત્કાલિક કારડીયા રાજપૂત સમાજના સમુહ લગ્ન સમિતિ સુત્રાપાડા. કાર્યાલય ડૉ.ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડા, ખરીદ વેચાણ સંઘની બાજુમાં, દુકાન નં.-૧, બસ સ્ટેશન સુત્રાપાડા મોબાઈલ નંબર ૯૯૦૪૪ ૨૨૭૬૦ - ૯૮૨૪૮ ૭૬૩૧૭ - ૮૭૮૦૭ ૫૮૧૦૫ ૯૨૭૭૫૫૬૭૭૩ - ૯૨૭૭૫ ૫૯૦૮૧ - ૯૭૧૪૮ ૦૨૧૧૦ નોંધણી કરાવી,
લગ્ન ની નોંધણી તા. ૦૧ -૧૨-૨૦૨૫ થી ૨૫-૧૨-૨૦૨૫ સુધી કરવામાં આવશે, લગ્ન વધવવા ની તારીખ ૧૯-૦૧-૨૦૨૬ અને મંડપ મુહર્ત ૨૨-૦૧-૨૦૨૬ સવારે શુભ ચોઘડિયે અને શુભ લગ્ન તા ૨૩-૦૧-૨૦૨૬ ને શુક્રવાર (વસંત પંચમી) ને શુભ દિવસે થશે.
અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા ખાતે દર વર્ષે યોજાતા સમૂહ લગ્નની વિશિષ્ટ્તા એ છે કે સવારે ૬ વાગ્યે જાન આગમન થયા બાદ તમામ વિધિવત લગ્ન વિધિઓ પૂરી કરી બપોરે ૧૨ વાગ્યે જાનને વિદાય આપવામાં આવે છે સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના દરેક ઘર આ લગ્નમાં ઉત્સાહભેર જોડાય છે અને પોતાના ધંધા રોજગાર એક દિવસ બંધ રાખે છે અને આ દિવસે સામૂહિક ભોજન પણ કરે છે સાથે સાથે કારડીયા રાજપૂત સમાજ માં રહેલા કૂરિવાજોને પણ તિલાંજલિ આપવાનો સંકલ્પ કરવામાં આવે છે અને બેટી બચાઓ બેટી પઢાઓ નો સંકલ્પ કરવામાં આવે છે અને આજના આધુનિક યુગમાં યુવાનો દેખા-દેખી કરી ઘરે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને લગ્ન કરે તે લોકોને ડીજે કંકોત્રી ફેન્સી જમણવાર તેમજ ખોટો દેખાવ માટે અન્ય ખર્ચાઑ કરે છે જેના સ્થાને આ સમૂહ લગ્નમાં જોડાઇ સમગ્ર કારડીયા રાજપૂત સમાજ વચ્ચે મોભા સાથે લગ્ન કરવવામાં આવે છે. જેમાં લગ્નવિધિ, જમણવાર તેમજ દીકરીઓને કરિયાવર પણ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત તમામ યુગલોની લગ્ન કંકોત્રી પણ સમિતિ દ્વારા જ બનાવવામાં આવે છે જેથી કોઈને પણ કંકોત્રીનો ખર્ચ કરવો પડતો નથી. સમૂહ લગ્નના દિવસે જ લગ્ન નોંધણી નું પ્રમાણ પત્ર તેમજ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ ખાતા તરફ થી મળતા તમામ લાભો આપવા માં આવશે.
આ સમૂહ લગ્નમાં કારડીયા રાજપૂત સમાજના લોકો ખોટા ખર્ચાઓ અને દેખાડાઓ છોડી અને બહોળી સંખ્યામાં જોડાય તેવી અપીલ પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા કરવામાં આવેલ છે. આ બેઠક માં જશાભાઈ બારડ સાથે જગાભાઈ બારડ, બાબુભાઇ ડોડીયા,દલુભાઈ મોરી, હરેશભાઇ મોરી,કાળાભાઈ બારડ, કાનાભાઈ બારડ,ભગવાનભાઈ બારડ, સુરસિંહભાઈ મોરી, અરસીભાઈ બારડ,ગોવિંદભાઇ બારડ, નથુભાઈ મોરી,ભુપત ભાઈ ઝાલા, જેસીંગભાઇ કાછેલા, બારડ રામસિંગભાઈ મૂળાભાઈ, જગાભાઈ જાદવ, સંજયભાઈ કાછેલા, રમેશભાઈ ડોડીયા, ગીરીશભાઈ બારડ, દાનસીંહભાઈ બારડ, વિજયભાઈ કાછેલા,કૈલાશભાઈ બારડ, ભરતભાઈ બારડ,વગેરે તેમજ કારડીયા રાજપૂત સમાજ આગેવાનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ