ઊંઝામાં ઉમિયા માતાજી ગાંખ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,26 થી 28 નવેમ્બર સુધી ત્રિ-દિવસીય આયોજન
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગાંખ મંદિર ખાતે ભવ્ય અને ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ૨૬ નવેમ્બરથી ૨૮ નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન ખજુરીપોળ ચોક ખાતે કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં ધાર્મિ
ઊંઝામાં ઉમિયા માતાજી ગાંખ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ — ૨૬ થી ૨૮ નવેમ્બર સુધી ત્રિ-દિવસીય આયોજન


ઊંઝામાં ઉમિયા માતાજી ગાંખ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ — ૨૬ થી ૨૮ નવેમ્બર સુધી ત્રિ-દિવસીય આયોજન


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગાંખ મંદિર ખાતે ભવ્ય અને ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ૨૬ નવેમ્બરથી ૨૮ નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન ખજુરીપોળ ચોક ખાતે કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં ધાર્મિક વિધિઓ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.મહોત્સવનો આરંભ ૨૫ નવેમ્બરે દેહ શુદ્ધિ–પ્રાયશ્ચિત વિધિ અને બપોરે 1.30 કલાકે ભવ્ય જલયાત્રા તથા શોભાયાત્રાથી થશે. 26 નવેમ્બર, પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે પંચાંગ કર્મ અને 1.15 કલાકે મંડપ પ્રવેશ બાદ સાંજે સંધ્યા આરતી યોજાશે. બીજા દિવસે પ્રાતઃ પૂજન પછી સવારે 10.30 વાગ્યે હોમ અને સાંજે શિખર વિધિનો કાર્યક્રમ રહેશે. 28 નવેમ્બર, ત્રીજા અને મુખ્ય દિવસે સવારે પૂજન બાદ બપોરે 12.39 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે તેમજ સાંજે 5.15 કલાકે મહાભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે.મહોત્સવ દરમ્યાન લોકડાયરો, રાસ-ગરબા, પારિવારિક કાર્યક્રમો તથા પ્રેરણાત્મક પ્રવચનો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રહેશે. આ તકે જગદગુરુ શંકરાચાર્ય સહિત અનેક સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશપટેલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ અપાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande