
જૂનાગઢ 21 નવેમ્બર (હિ.સ.),ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત ગણતરી ફોર્મને મતદારો પાસેથી મેળવી ડિજિટાઇઝ કરવાની કામગીરી ૨૩.૪૧ ટકા એટલે કે કુલ ૩,૦૪,૪૧૭ ફોર્મ ડિજિટાઈઝ થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ડીજિટાઈઝ ની સૌથી સારી કામગીરી કરનાર શીર્ષ પાંચ બુથ લેવલ ઓફિસર , જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર ના ભાગ નંબર 3 ના વાડાસીમડી ગામના બીએલઓ હિરેનભાઈ કાનજીભાઈ દવેરા એ ૭૪૭ ફોર્મસ,તથા ભાગ નંબર ૧૧૮ ભવનાથ ના બીએલઓ ગીતાબેન અરજણભાઈ બંધીયા એ ૬૯૧ ફોર્મસ ડિજિટાઇઝ કરેલ છે. તથા વિસાવદર વિધાનસભા મતવિસ્તાર ના ભાગ નંબર ૨૦૬ ના મોટી મોણપરી ગામના બીએલઓ કાજલબેન વી. ગોંડલીયા એ ૭૧૯ ફોર્મ્સ ,ભાગ નંબર ૧૮૩ ના ચાપરડા ગામના બીએલઓ ભાવેશભાઈ પી. ચોથાણી એ ૬૯૫ ફોર્મ્સ તથા ભાગ નંબર ૧૫૧ ના ગોરવિયાળી ગામના બીએલઓ ભરતભાઈ જી. કાપડિયા એ ૬૮૮ ગણતરી ફોર્મ સાથે જિલ્લામાં સૌથી સારી કામગીરી કરેલ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી, જૂનાગઢ તરફથી જિલ્લામાં સારી કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જૂનાગઢ જિલ્લાના ૧૩,૦૦,૩૪૪ મતદારો માંથી ૩,૬૬,૪૧૨ મતદારોએ પોતાના ગણતરી ફોર્મ જમા કરાવેલ છે. હજુ પણ ઘણા મતદારો પોતાના ગણતરી ફોર્મ જમા કરાવવામાં બાકી છે આથી વહેલી તકે ગણતરી ફોર્મ પોતાના મતદાન મથકના બુથ લેવલ ઓફિસર ને જમા કરાવવા અપીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ